ગુજરાતી લેખક મંડળ

એક સંગઠન, એક ઝુંબેશ

ગુજરાતી લેખક મંડળ

ગુજરાતી લેખક મંડળ લેખકોના હક – હિત અને ગૌરવ માટે કામ કરતું એક વ્યાવસાયિક સંગઠન છે, તો સાથે – સાથે લેખકોને સાંપ્રત સમય અને સમાજ સાથે જોડતી એક વિચાર ઝુંબેશ પણ છે.

30 વર્ષથી સક્રિય એવી આ સંસ્થા સાથે હાલ 1000 થી પણ વધુ આજીવન સભ્યો જોડાયેલા છે. કુલ 60 થી પણ વધુ લેખન શિબિરો અને વર્કશોપનું આયોજન કરેલ છે. અને 400 પણ થી વધુ સ્ક્રિપ્ટની  કૉપીરાઇટ હેતુથી નોંધણી થયેલ છે.

લેખક મંડળની પ્રવૃતિ

  • લેખકોના આર્થિક અને વ્યાવસાયિક હક અને હિત માટે દરેક સ્તરે જાગૃતિ લાવવા માટે કામ કરવું. -સંગઠનશક્તિના આધારે પ્રકાશકો, માધ્યમો અને સંસ્થાનોમાં લેખકતરફી રજૂઆતો કરવી કે લેખકોના હક – હિતભંગના કિસ્સાઓમાં ન્યાય માટે લડત આપવી.
  • વિવાદો અંગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડવી.
  • ચર્ચા-વર્તુળો અને પરિસંવાદોનું આયોજન કરવું.
  • ‘લેખક અને લેખન’ ત્રિમાસિક અને અન્ય પ્રકાશનો.
  • સાહિત્ય-નોંધણી પ્રમાણપત્ર.  

લેખન એક વ્યવસાય

વ્યાવસાયિક હિતોની જાળવણી ઉપરાંત લેખનકાર્ય માટે ગૌરવપ્રદ આર્થિક મૂલ્યોની સ્થાપન દ્રારા, લેખકો લેખનને એક વ્યવસાયરૂપે સ્વીકારીને જીવનનિર્વાહ કરી શકે તેવી સામાજિક સ્થિતિના નિર્માણ માટે પ્રયત્નો કરવા.

અમે સભ્યપદ પ્રદાન કરીએ છીએ

ગુજરાતી લેખક મંડળ લેખકોને તેમના કોપીરાઈટ વિવાદો અને અન્ય પાસાઓમાં મદદ કરવા ત્રણ કેટેગરીની સદસ્યતા આપે છે.

સ્ક્રિપ્ટ રજીસ્ટ્રેશન

પુસ્તક પ્રકાશકો, સામયિકો, અખબારો, રેડિયો, ટીવી સ્ટેશન / ચેનલો, નાટ્ય-સિરિયલ નિર્માતાઓ વગેરે દ્રારા લેખકોની કૃતિઓનો દુરુપયોગ નાં થાય, અને લેખકોને તેમની હસ્તપ્રતોનું રક્ષણ મળી રહે,  તે આશયથી આ સ્ક્રિપ્ટ રજીસ્ટ્રેશનની સેવા મંડળ માત્ર તેનાં આજીવન સભ્યોને આપે છે.

અમારા પ્રકાશનો

‘લેખક અને લેખન’ ત્રિમાસિક અને અન્ય પ્રકાશનો દ્રારા પરિસંવાદોમાં વર્ણવેલા હેતુઓસરના વિચાર-પ્રચાર માટે વધુને વધુ લેખકોની સામેલગીરીથી લેખો, માહિતીઓ, ચર્ચાઓ વગેરેનો વ્યાપ થાય છે.

ગુજરાતી લેખક મંડળની સિદ્ધિઓ

નોંધપાત્ર સંખ્યામાં સભ્યો હોવાને કારણે, સ્ક્રિપ્ટ રજીસ્ટર કરીને, આવશ્યક પુસ્તકો પ્રકાશિત કરીને અને વિદ્યાર્થીઓ માટે વિવિધ લેખન કૌશલ શિબિરનું આયોજન કરીને, ગુજરાતી લેખક મંડળ યુવા લેખકો અને વિદ્યાર્થીઓને મદદ કરવામાં અસરકારક સાબિત થયું છે.

આજીવન સભ્યો
0
સ્ક્રિપ્ટ્સ રજીસ્ટર કરી
0
લેખકોને ઉપયોગી પુસ્તકો
0
લેખન કૌશલ્ય શિબિર
0 +

તમે ગુજરાતી લેખક મંડળના સભ્ય બનવા માંગો છો?

આ વેબસાઇટ પર નોંધણી કરો અને આ સમુદાયના સભ્ય બનો. અમે ગુજરાતના મહત્વાકાંક્ષી લેખકો માટે પ્રતિબદ્ધ, સમર્પિત, સર્જનાત્મક અને સહાયક સંસ્થા છીએ.